Pages: 1 2
મે સાંભળ્યું છે કે મારા બાના નાનાબાપુએ માર્ચથી ઑગસ્ટ સુધી કેરી નો સ્વાદ માણી શકાય તેમ વાડીમાં કેરીના ઝાડ રોપ્યા’તા. કચ્છ જેવા રણ પ્રદેશમાં કેવી લીલોતરી.
વાડીમાં ચાલતા સિંધથી લઇને રતૌલ અને છેક દક્ષિણની સફર થઈ જાય. સિંધરી, હાફુસ, કેસર, લંગડો, દશહેરી, રતૌલ અને ઇમામ પસંદ.
અહીં સિંગાપુરમાં મે પણ એપ્રીલથી લઇને જુલાઈ સુધી કેરી ચાખી. ના, પેટ ભરી જમી. કોઈ મુસાફરી નહી. બસ પેટી ની પેટી આવ્યા કરે. કોવિડ 19 ના સમયમાં હોમ ડિલિવરી. પહેલા હાફુસ, પછી કેસર. દશહેરી. લંગડો. ઇમામ પસંદ. રતૌલ. સિંધરી.
Pages: 1 2