Pages: 1 2
“Is my love nothing for I’ve borne no children?”
I’m with you, Sappho, in that anarchist land.
– Agha Shahid Ali
કોઇ અજાણ્યા દેશમાં ભાડાનું ઘર બદલાવવું અને વિચારવું કે ઘર વસાવો છો.
એ ઘરનાં દરવાજે તોરણ બાંધો. બગીચો ન હોય તો કુંડામાં જાસુદ અને ચંપો વાવો. મોગરા નો રોપ પણ અહીં મળે. બોટાનિકલ ગાર્ડનમાં ઓર્કિડ સાથે આસોપાલવ પણ જોવા મળે. બે વર્ષ પહેલા ચુઆ ચુ કાંગમાં અશોકના વૃક્ષ પર કેસરી ફૂલ ખીલવાની ખબર પણ હતી છાપામાં. સાચ્ચુ અશોક. પેલા બ્રિટીશરોએ ઉગાડેલા લાંબા ફૉલ્સ અશોક નહીં. બીજા મહાકાય વૃક્ષ તો ઘણા છે. ઘણા દૂર, ઇમારતોથી દૂર, મારા થી દૂર.
કોઇ અજાણ્યા દેશમાં ભાડાનું ઘર બદલાવવું અને વિચારવું કે ઘર વસાવો છો. કુંડામાં વાવેતર કરી માનો કે વૃક્ષ રોપ્યા છે. આવનારી પેઢી માટે નહીં તો શું, પોતાના માટે.
Pages: 1 2