Who … are we? | આમે … કિડેએ …

By and | 1 October 2016

આમે જેંગલમાં ને ડોગરાહામાં વહનારે
જેંગાલણે ખરે માલિક ને ડોગરાહાય રાજા
આદિકાલથી જેંગલમાં વહતે આવને
થ્હરતીણે પેટાળમાંથી … અનાજ પાકિવનારે
ને …
આખી દુનિયાણે જીવાડનારે, આમે કિડે … ?
જેંગાલમાંથી ફલફૂને ખાનારે
ને …
ડોગરાહામાંથી ખલ … ખલ કરતે ઝરણામાંથી
પાણી પીઈને જીવાન જીવનારે
ખુમારીથી જીવનારે ને જીવાડનારે
જેંગાલાણે વાગાણે કા … આણી ખુમારીથી જીવનારે
કોઈણે ગુલામી ની કરનારે …
ફોખે હુવી જાજે ફહણ ફીખ ની માંગજે
જેંગાલ ને ડોગરાહામાંથ … ખાવણ નેઈ આવજે
ને જીવાન ગુજારો કરી નેજે …
પ્રકૃતિ આમાહાંય ખાવાણ … આપે એટલે આમે પ્રકૃતિણે પૂંજતે
હામ
જિયે જાગે ખાવાણ … મીલે તીં આમારે દેવાસ્થાન
જી આમાહાય ખાવાણ … આપે, જી આમાહાય હાચવે તીં આમારે
દેવઅ …
જેંગાલમાંથ … ખાવાણ મીલે એટલે આમે વનદેવતામાં માનમારે,
ડોગરાહામાંથ … ખાવા-પીવણ … મીલે એટલે આમે ડુંગરદેવમાં
માનમારે,
જેંગાલમાં વહનારો વાગ આમાહાય હાચવે એટલે વાગદેવ કઅજે
નાગ ખેતાણે પાકણે રક્ષણ કરે એટલે આમે નાગદેવણે માનનારે
નદી આમાહાય ને ખેતીણે હાચવે એટલે આમે નદીમાતાણે માનમારે
કુદરાતણે માથે રાખીને જીવનારે આમે
બીજાણે એહસાન હેઠે ની જીવજે આમે
ખુમારીથી થ્હરતીમાતાણે ખોલામાં જીવનારે
ખુમારીથી થ્હરતીમાતાણે ખોલામાં મરનારે
આમે … કિડે … ? થ્હરતીમાતાણે ડિખરેહે …

This entry was posted in 76: DALIT INDIGENOUS and tagged , . Bookmark the permalink.

Related work:

Comments are closed.